Placeholder canvas

દો બુંદ જિંદગીકે: આગામી 31મીએ પોલિયો રવિવાર

મોરબી જિલ્લાના આશરે દોઢ લાખ બાળકોને ટીપાં પીવડાવાશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આગામી 31મી જાન્યુઆરીએ 152457 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના કુલ 611 પોલિયો બુથની રચના કરવામાં આવી છે. આ કામગીરીને પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય વિભાગના 2484 કર્મચારીઓ પોલિયો બુથ ઉપર ફરજ સોંપવામાં આવી છે. તેમજ 190 સુપરવાઇઝરોને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે.

31 જાન્યુઆરીએ બાળકોનું પોલિયો બુથ ઉપર પોલિયોનું રસીકરણ કરાયા બાદ બાકી રહી ગયેલા બાળકોને ત્યારબાદના બે દિવસ દરમિયાન આખા જિલ્લામાં ઘરેઘરે જઈને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.જેમાં જિલ્લાના કુલ 207807 ઘરોની મુલાકાત માટે 1242 ટીમોની રચના કરવામાં આવી છે. 190 સુપરવાઇઝરોને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ખેતર, વાડી,ઔદ્યોગિક ઝોન વિસ્તાર, રોડની આજુબાજુના વિસ્તાર,બાંધકામ, ખાણ વિસ્તાર કે અન્ય દુર્ગમ વિસ્તારમાં વસવાટ કરતા મજૂરોના બાળકોના પોલિયો રસીકરણ માટે 423 મોબાઇલ ટીમોની રચના કરવામાં આવી છે.

પોલિયો રસીકરણ દરમિયાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 23 ટ્રાન્ઝિસ્ટ ટીમોની રચના કરવામાં આવી છે.આ ટીમો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર કામગીરી કરશે.આથી મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષ સુધીના બાળકોને તેમના વાલીઓ 31 જાન્યુઆરીએ જે તે પોલિયો બુથ ઉપર જઈને પોલીયોના ટીપાં પીવડાવી પોલિયો સામે રક્ષણ મેળવે તેવી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ અપીલ કરી છે.

આ સમાચારને શેર કરો