કૃષિવાંકાનેર

દિવાળી તહેવાર પર વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં 7 દિવસની રજા…

આગામી દિવાળી તહેવાર નિમિતે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા 7 દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…

વાંકાનેર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારને ધ્યાને લઈને આગામી તા. 11/11/23, શનિવારથી લઈને તા. 17/11/23, શુક્રવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જે સમર દરમ્યાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેની તમામ વેપારી મિત્રો, એજન્ટો તથા ખેડૂત ભાઇઓએ નોંધ લેવી. આ રજાના દિવસોમાં યાર્ડમાં ખેત જણસીની ઉતરાય પણ બંધ રહેશે તેમજ તા. 17 નવેમ્બરથી યાર્ડમાં ઉતરાય શરૂ કરવામાં આવશે….

આ સમાચારને શેર કરો