વાંકાનેર માર્કેટ યાર્ડ 18મી સુધી બંધ રહેશે

વાંકાનેર : રાજ્ય સરકારના નિર્ણય મુજબ વાંકાનેર માર્કેટ યાર્ડનું તમામ કામકાજ તા. 18ને મંગળવાર સુધી બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણે તા. 18ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. જેની વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવા તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ નહિ લાવવા વાંકાનેર એ.પી.એમ.સી.ના સેક્રેટરીએ યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો