Placeholder canvas

કુવાડવાના સાતડા ગામે જમીન મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી

કુવાડવાના સાતડા ગામેં જમીન બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી.આ બનાવમાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી.જેમાંથી એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે સામા પક્ષે એક યુવાનને પગમાં ફ્રેકચર કરી દીધું હતું.સામસામી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો પ્રયાસ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ફુલ સાત શખસો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વિગતો મુજબ,મહિપત ગોરધનભાઇ મેઘાણી(ઉ.વ 23) દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાલકુ, ભાવેશ, કોટક અને હરેશ ડાભીના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ તે યુવાન ટ્રેક્ટરમાં ડિઝલ પુરાવી પોતાના ગામ સાતડા તરફ જતો હતો. ત્યારે ગામના પાટીયા નજીક બે ગાડીઓમાં ધસી આવેલા આરોપીઓએ તેને રોકી અહીં શું કરે છે? પુછતા તેણે હું ગામમાં જાવ છું તેવો જવાબ આપ્યો હતો.

આથી આરોપીઓએ તેને ગાળો દઈ બોલાચાલી કરવા લાગતા તે ડરી જતા ટ્રેક્ટર લઈ આગળ આરસીસી પટ્ટી પાસે ચાલ્યો ગયો હતો.જ્યાં તે ટ્રેક્ટર નીચે ઉતરતા આરોપીઓએ તમારે જમીનમાં કબજો કરવો છે’ કહી માર મારવા લાગ્યા હતા. દરમિયાન આરોપીઓએ તેની પાસે રહેલ કુહાડી, ધોકા, પાઈપ જેવા હથિયારો હોય તેમાંથી વાલકુએ કુહાડી વડે હુમલો કરતા તેને જમણી આંખના ઉપરના ભાગે ઘા કર્યો હતો. જ્યારે અન્ય તેને માર માર્યો હતો. આ સમયે તેના મોટા બાપુ મનસુખભાઈ તેનો દીકરો મુકેશ સહિતના ગામના અન્ય લોકો ત્યાં આવી પહોંચતા બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.

આ હુમલામાં મહિપતને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.કુવાડવા પોલીસે જણાવ્યું કે, મહિપતના મોટાબાપુ જમીન-મકાન લે-વેચનું કામ કરે છે.તેણે એક જગ્યા અગાઉ દલાલીનું કામ કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.યુવાનના ટ્રેકટરમાં ગાડી અથડાવી નુકશાની કરી હતી.આ ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ,રાયોટિંગ અને તોડફોડ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામાપક્ષે રામાપીર ચોકડી પાસે મછોનગર આવાસ યોજના વરજાન લક્ષ્મણભાઈ સભાડા(ઉ.વ 27)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાતડા ગામમાં રહેતા મનસુખ મેઘાણી, તેનો પુત્ર મુકેશ, રમેશ દેવા મેઘાણી અને રમેશ મકવાણાના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે બપોરના સમયે તેમણે ભરત ભાઈ ખાચરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી સાતડાની જમીનમાં તાર ફેન્સીંગની દિવાલ માટે સિમેન્ટના પતરા આવવાના છે અને તે આ જગ્યા ઉતારવાના છે જેથી તું સાતડા ગામની જગ્યાએ આવી જજે જેથી યુવાન અહીં સાતડા ગામ જતા કારમાં ત્રણ શખ્શો મુકેશ મેઘાણી, ગણેશ દેવા મેઘાણી, રમેશ મકવાણા આવ્યા હતા અને કહ્યું હતું કે, અહીંથી ભાગી જાવ નહીતર જાનથી મારી નાખીશ દરમિયાન બોલાચાલી થતા સાતડા ગામ તરફથી એક ટ્રેકટર આવ્યું હતું અને એક જેસીબી જેમાંથી કેટલાક માણસો ઉતર્યા હતા જે મનસુખ મેઘાણી કે જેના હાથમાં પાઇપ હોય તેણે ઉશ્કેરાઈ ચાર જેટલાં પગના ભાગે ઘા મારી દીધા હતા.

તેમજ અન્ય શખસોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને કહેતા હતા કે જમીનમાં કોઈને ઘૂસવા દેવાના થતા નથી દસ્તાવેજ થયો હોય કે ના હોય અમને કોઈ ફેર પડતો નથી. આ દરમિયાન પરેશ ડાભી આવતા તેના પર પણ હુમલો કર્યો હતો અને મારવા લાગ્યા હતા. આ હુમલામાં ફરિયાદી યુવાનને પગે ફ્રેક્ચર થઈ ગયું હતું તેમજ પરેશ ડાભી ને પણ ઇજા પહોંચી હતી જે અંગેની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

આજે રાત્રે 8:35 વાગ્યે 12 સાયન્સમાં મોરબી જિલ્લામાં પ્રથમ આવેલ રમેશ ગમારાનું ઇન્ટરવ્યુ જુવો કપ્તાન લાઈવમાં…
આ લાઈવ જોવા માટે કપ્તાનનું ફેસબુક પેઇજ લાઈક અને ફોલોવ કરો.. અને નીચેની લિંક પર ક્લિક કરો…

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો