Placeholder canvas

ગુજરાત સરકારે વરસાદી આફતમાં અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી

વરસાદી આફતમાં માનવ મૃત્યુ થયા હશે તો 4 લાખની મળશે સહાય, દુધાળા પશુ માટે 20 હજાર, ઘેંટા બકરા માટે 4 હજાર ની સહાય અપાશે

ગાંધીનગર : વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.

કોને કેટલી સહાય મળશે ?
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 20 હજારની સહાયની સહાય તો ઘેટાં બકરા માટે 4000ની સહાય આપવામાં આવી છે. તમામ કલેકટરને તત્કાલિક સહાય ચૂકવાના આદેશ કરવામાં આવ્યા છે.


પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં 5 લોકોના વરસાદને લીધે મૃત્યુ થતાં તેમણે 20 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. આ સાથે જ સરકારી આંકડા મુજબ 31 લોકોના વરસાદને લીધે મોત થયું છે. જેમણે તાત્કાલિકના ધોરણે સહાય આપવા આદેશ કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો