મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં જમીન તકરાર વિવાદોમાં ઝડપી ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન તકરાર નોંધણી અંગેની સુનાવણી પ્રાંત કરી શકશે.

ગુજરાતમાં જમીન તકરાર વિવાદ મામલે મહેસુલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જમીન તકરાર વિવાદમાં હવે નોંધણી અંગેની સુનાવણી પ્રાંત અધિકારી કરી શકશે. જે આ અગાઉ સુનાવણી માટે કલેકટર કક્ષાએ અપીલ કરવી પડતી હતી. 

આમ જમીન તકરારના વિવાદો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાંત અધિકારી હવે આ મુદ્દે સુનાવણી કરી શકશે. 

મહેસૂલ પ્રક્રિયાને હવે સરળ બનાવવા માટે અને યોગ્ય વહીવટકર્તા અધિકારી છે તેમને યોગ્ય સચોટ માહિતી મળી રહે તે માટે  આ સીધી અને સરળ પ્રક્રિયા સેટ કરવામાં આવી છે. કોઇપણ જમીન મામલો પહેલા મામલતદાર સુધી જાય અને પછી તેના ઉપરી અધિકારી એટલે કે પ્રાંત અધિકારી પાસે જતો અને ત્યારબાદ છેલ્લે કલેકટર પાસે આ મામલો જતો હતો. 

જો કે હવે જમીન તકરાર મામલે કોઇ ગૂંચવણ હોય તો જ મામલતદાર અથવા પ્રાંત અધિકારી પાસેથી હવે આ મામલો આગળ જશે. જેના કારણે હવે આ બાબતે જે સમયગાળો જતો હતો તે ચોક્કસ ઘટી જશે. આમ મહેસુલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •