ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા અડધી છતાં પોઝીટીવ કેસનો આંક ઘટતો નથી !

રાજ્યમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થવામાં ગણતરીના દિવસો છે છતાં હાલમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંક 9 હજારને પાર થયો છે તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. આંકડાઓ જ કહી રહ્યા છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણ વધારે છે. જે ચિંતાજનક સ્થિતિ છે. હાલમાં કોરોનાગ્રસ્તને 10 દિવસ પછી કોઈ પણ જાતના ટેસ્ટ વગર ડિસ્ચાર્જ કરવાની નવી ઘાતક ગાઈડલાઈનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ટેસ્ટ ઓછા છતા કેસ વધારે

રાજ્યમાં મે મહિનામાં 3 તારીખે સૌથી વધુ 5944 ટેસ્ટ કરાયા હતા જેમાં 333 કેસ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે આજે 2412 લોકોના ટેસ્ટિંગ કરાયા જેમાં 324 કેસ પોઝીટીવ આવ્યા છે. જો હાલના સમયમાં જે પ્રમાણે કોરોના કેસના આંક આવે છે તેમાં જો ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે તો કોરોના સંક્રમણના આંક જરૂર ઊંચા જઈ શકે તેમ છે. રાજ્યમાં છેલ્લા 14 દિવસના કોરોના ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો કુલ 60702 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 5197 કેસ પોઝીટીવ આવ્યા છે.

6 મે પછીથી ધીમે ધીમે ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો

રાજ્યમાં મે મહિનાની શરૂઆતમાં જે ટેસ્ટિંગ થતા તેમાં દર 10થી 14 ટેસ્ટિંગ બાદ એક પોઝીટીવ કેસ આવતો હતો. રાજ્યમાં 6 મે પછીથી ધીમે ધીમે ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો છે. 3 મેના સૌથી વધારે ટેસ્ટિંગ કરાયા બાદ ધીમે ધીમે ટેસ્ટમાં ઘટાડાની પોલિસી અપનાવી છે. છતાં પોઝીટીવ કેસની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. ઓછા ટેસ્ટિંગ વચ્ચે પણ પહેલા જેટલા જ પોઝીટીવ કેસ મળી આવે છે. રાજ્યમાં 5 હજાર ટેસ્ટિંગમાં પણ 300 પ્લસ કેસ આવ્યા છે અને 2500 ટેસ્ટિંગમાં પણ 300 પ્લસ જ કેસ નોંધાયા છે. અર્થાત અડધા ટેસ્ટિંગ છતાં કોરોના પોઝીટીવ કેસ એટલા જ રહ્યા છે. છેલ્લા બે દિવસથી 7 ટેસ્ટ બાદ 8 મી વ્યક્તિ પોઝીટીવ આવે છે. પહેલા દર 12થી 15 ટેસ્ટ પછી એક પોઝીટીવ કેસ નોંધાતો હતો.

કોરોના સંક્રમણના કેસો કોઈ કાળે અટકતાં નથી

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો કોઈ કાળે અટકતાં નથી. સરકાર કહે છે કે કોરોનાના દર્દીઓને શોધવા માટે ટેસ્ટિંગ જરૂરી છે. પહેલા જ્યારે ટેસ્ટ કરાતા ત્યારે કોઈ જાતના લક્ષણો ન હોવા છતાં તેમાં કોરોના પોઝીટીવ જણાતા કોરોના સંક્રમણ ના વધે તે માટે ટેસ્ટિંગ વધાર્યું હતું. પરંતુ તે પછી ધીમે ધીમે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. જો હાલમાં હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો ચોક્કસ હાલમાં જે પોઝીટીવ વ્યક્તિઓ છે તેને હૉસ્પિટલમાં દાખલ કરીને અલગ કરીને સંક્રમણ રોકી શકાય.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો