વાંકાનેરના રામપરા અભ્યારણમાં કર્મચારી પર હુમલો કરનાર ત્રણેય આરોપી જેલ હવાલે

ગત તા. ૦૪-૦૯ ના રોજ રામપરા અભ્યારણમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વનકર્મીને ઈજા પહોચાડી હતી.

વાંકાનેરના રામપરા અભ્યારણના વનકર્મી સાથે બોલાચાલી કરીને હુમલો કરવાના ગુન્હામાં ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે જે ઝડપાયેલ આરોપીઓ જેલ હવાલે કરાયા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકાનેરના રામપરા અભ્યારણમાં કર્મચારી પર હુમલો કરનાર ત્રણ ઝડપાયાં છે. આ અંગે ગત તા. ૦૪-૦૯ ના રોજ રામપરા અભ્યારણમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વનકર્મીને ઈજા પહોંચાડવા બદલ ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો હતો.

જે પોલીસ ફરિયાદને પગલે તપાસ ચલાવવામાં આવી હોય જેમાં હુમલો કરનાર આરોપીઓ વિભા નવઘણ રહે ખીજડીયા, જાલા સિંધા રહે ખીજડીયા અને છેલા ખેંગાર રહે ખીજડીયા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ફરજમાં રુકાવટ ના કેસમાં મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ બનાવમાં સમગ્ર ગુન્હાની તપાસ નાયબ વન સંરક્ષક મોરબીના ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ ટી કોટડીયા, મોરબી વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પી પી નરોડીયા ચલાવી રહ્યા છે સમગ્ર કાર્યવાહીમાં રેંજ સ્ટાફ એચ એમ જાડેજા, જે કે ઝાલા, એમ કે પંડિત, કે ડી બડિયાવદર, કે વી પનારા, કે એસ મકવાણા અને વી બી સોલંકી સહિતની ટીમ જોડાયેલ હતી.

આ સમાચારને શેર કરો