મોરબી: ડબલ મર્ડર કેસના ચારેય આરોપી જેલહવાલે
મોરબી :નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખના કારણે હત્યા કરવાના બનાવમાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ મોટલાણીની હત્યાના કેસમાં પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરી હતી. સાથે આરોપીઓ પાસેથી હથિયાર સહિતનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.