Placeholder canvas

અમદાવાદ: મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર,લોકોએ પક્કડીને લમ્ધારિને ઉઠક બેઠક કરવી.

અમદાવાદ: વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ એક આરોપીને પકડીને ઢોર માર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ આરોપીને માફી મંગાવી ઉઠક-બેઠક કરાવીને જવા દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ જે શ્રમિક મહિલા પર ગળે ચાકુ રાખી બળાત્કાર ગુજાર્યો હતો તેની ઉંમર આશરે 45 વર્ષની હશે.

મહિલાએ જ્યારે પોતાની આપવીતી જણાવી ત્યાર બાદ સ્થાનિકોએ આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. સૂત્રોનું માનીએ તો બળાત્કાર ગુજાર્યા વખતના ફોટો અને વીડિયો પણ આરોપીઓએ વાયરલ કરી દીધા છે. આ વીડિયો અને ફોટો વાયરલ થતા જ લોકોએ એક આરોપીને પકડીને માર મારી ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હતી. આ વાત જાહેર થયા બાદ મહિલાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. રવિવારે બનેલી ઘટનાની સોમવારે રાત્રે ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલોસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મના કેસો વધતા જાય છે. ગુજરાત વિધાનસભાના શિયાળા સત્રમાં રૂપાણી સરકારે વિધાનસભામાં દુષ્કર્મના આંકડાઓ રજૂ કર્યા છે. ગુજરાત મોડલની દરેક જગ્યાએ વાતો કરતા મોદીના ગુજરાતમાં જ મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી. આંકડાઓ અનુસાર, ગુજરાતમાં દર 7 કલાકે દુષ્કર્મની એક ઘટના બને છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 6,116 દુષ્કર્મના કેસો નોંધાયા છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં સૌથી વધારે 1046 દુષ્કર્મના કેસ નોંધાયા છે.

આ સમાચારને શેર કરો