Placeholder canvas

દવાખાનેથી રજા મળી ને ઘરે જતા ટંકારા પાસે થયુ એક્સીડન્ટ ફરી પાછા દવાખાને પહોંચ્યા.!

By Jayesh Bhatasaniya -Tankara દવાખાને થી રજા મળ્યા બાદ પાછા ઘરે ફરતા હતા ત્યારે ટંકારા પાસે અકસ્માત નડયો ફરી હોસ્પિટલના બિછાને. બેશરમ રોડ વિભાગ અને કોન્ટ્રાક્ટરના પાપે વધુ એક અકસ્માત કેમ કોઈ કાઈ બોલતું નથી કે કરતું નથી. અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પાપ છુપાવવા ડાઈવરજન નુ બોડ મુકયુ.

બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે સવારના છ વાગ્યાના સુમારે રાજકોટ થી મોરબી જતી gj 36 b10 28 નંબરની કાર ને ટંકારા પાસે ઓવરબ્રિજના કામ માટે ખોદેલા ખાડામાં ડાઇવર્ઝન નું કોઈ સૂચના બોડ ન હોવાને કારણે સીધેસીધી મોતના કૂવા સમાન ખાડાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના કેતન પ્રજાપતિ અને નાનુરામ સિમકુને ગંભીર ઇજા પહોંચી હતી. 108ના પાયલોટ છેલ્લુભાઈ ડો. દિનેશભાઈ દ્વારા પ્રાથમિક સારવાર સાથે મોરબી ખસેડ્યા હતા.

આ અકસ્માતમાં નાનુરામ ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે સાથે ઘણા દિવસો રાજકોટ બિમારી સબબ દવાખાનામાં રહ્યા બાદ ડોક્ટર દ્વારા નાનુરામને રજા આપતા કેતનભાઇ તેને લઇ મોરબી જતા હતા ત્યાં ટંકારા પાસે અકસ્માત થતા ફરી હોસ્પિટલના બિછાને પટકાયા હોય પરિવાર પર આફત આવી પડી છે

અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર ના માણસો તેનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ડાયવર્ઝન નુ બોડ ગોતી અકસ્માત વાળી જગ્યાએ ખોડી દેતા તેના પર રાહદારી ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે જવાબદાર અધિકારી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે તે કેમ કોન્ટ્રાક્ટરને તેની જવાબદારી નુ પાલન કરાવતા નથી ક જેના કારણે અનેક માસૂમ જિંદગી મોતના મુખમાં ધકેલાય છે. આ અંગે રોડ વિભાગના અધિકારી બાંસિદા સાથે વાત કરતા તેણે દબાણ હટાવવા ડાયવરજન બનાવવા અને ત્યારબાદ જ કામ કરવા સુચના આપી ની ગુચવાઈ ગયેલ કેસેટ વગાડી છે. ત્યારે આ મોત નો તમાશો ક્યા સુધી? શુ કોઈ ના પેટનુ પાણી પણ હલતુ નથી? શુ રાજકીય નેતા કે ઉચ્ચ નોકરશાહો આ અંગે અંજાણ છે કે પછી જનતા જ એના પરીવારમા નવરી નથી?

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો