વાંકાનેર : સીરામીક ફેક્ટરીમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક એક સીરામીક ફેક્ટરીમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ એમપીના વતની પ્રેમસિંહ થાવરીયાભાઈ નીનામાં (ઉ.વ. 29)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા પારીબાઈ વરમોરા સિરામિકના માટી ખાતામાં કામ કરતા હતા. તે વખતે લોડર જીજે ૩૬ એસ ૨૨૧૩ ના ચાલકે અચાનક લોડર રીવર્સ લીધી હતી. આથી, અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો