વાંકાનેર: 27 ને.હાઇવે પર આઇસરે કારને હડફેટે લેતા પોલીસ પરિવાર ઈજાગ્રસ્ત

વાંકાનેર : 27 ને. હાઇવે પર આઇસર ચાલકે કારને હડફેટે લેતા પોલીસ કર્મી સહિત તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 11ના રોજ રાતના 9 વાગ્યાની આસપાસ વાંકાનેર-મોરબી વચ્ચે 27- નેશનલ હાઇવે રોડ પર નર્સરી સામે આઇસર રજિ. નં.- જી.જે-૩૬-ટી-૪૫૮૨ના ચાલકે ગફલતભરી રીતે નેશનલ હાઇવે રોડ ઉપર બન્ને તરફ જોયા વગર આઇસર ચલાવી વિજયભાઇ પરસોતમભાઇ છાસીયા (રહે. હળવદ પોલીસ લાઇનના કવાર્ટરમા)ની હુન્ડાઇ આઇ-૧૦ કાર રજિ.નં- જી.જે-૧૩ એ.એચ ૦૯૧૩ સાથે અકસ્માત કર્યું હતું. આથી, વિજયભાઈના પત્ની ઉષાબેનને ડાબા પગમા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ વિજયભાઇ, મીના તથા રૂદ્ર (ઉ.વ. 5)ને મુંઢમારની ઇજાઓ થઇ હતી. હાલમાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી આઇસરચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો