વાંકાનેર: વડસર પાસે બે કાર વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા
વાંકાનેર જડેશ્વર રોડ પર વડસરની દરગાહ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એકને ગંભીર ઇજા પહોંચી છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગ્રામ પંચાયતમાં આવતી વડસર ગેબનશાહ પીરની દરગાહ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે. મળેલી માહિતી મુજબ કિયા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયું છે, જેમાં બંને કારમાં ખૂબ નુકસાન થયું છે, જ્યારે ઇકો કારના ડ્રાઈવરને તાંબી પાઇપ વગેરેની મદદથી ભારે મહેનત કરીને બહાર કાઢવો પડ્યો હતો, તેમના પગમાં ફેક્ચર થયું છે તેમજ બીજી અન્ય નાની મોટી ઈજાઓ થઈ છે. જ્યારે કિયા કારમાં એર બેગ ખુલી જતા આ ગાડીમાં કોઈને ઈજા થઈ નથી.
વધુમાં મળેલી માહિતી મુજબ એક કાર જામનગરની અને બીજી કાર ઘુટું ની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ આજુબાજુના લોકો આવીને ઇકો કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલે પહોંચાડયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરાત્રે આજ રોડ પર રાતીદેવડી ગામ પાસે એક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં પણ ટ્રેક્ટરના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી.તેમજ થોડા સમય પૂર્વે આજ વડસરની દરગાહ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.આ ઉપરાંત અવારનવાર વાંકાનેર થી જડેશ્વર સુધીમાં નાના-મોટા અકસ્માતો થતા રહે છે
વાંકાનેર થી જડેશ્વર તરફનો રસ્તો ફોરવીલ તો ઠીક બાઈકમાં પણ ચાલી ન શકાય તેઓ અતિ ખરાબ થઇ ગયો હોવા છતાં તંત્ર રિપેર કરવામાં કે રોડ બનાવવા માટે હરકતમાં આવતું નથી. આ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાના કારણે અકસ્માત થઈ રહ્યા છે. આમ છતાં તંત્ર અને સરકારના પેટનું પાણી હલતું નથી. આ ઉપરાંત આ રસ્તાઓ પરથી ઓવરલોડ ડમ્પરો અને ટ્રકો પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે તેમજ રસ્તા નબળા કામના કારણે રસ્તો ટૂંકા ગાળામાં ખરાબ થાય છે. આમ પોલીસ અને મ.મા. લોકોની જાનના રક્ષણ માટે હરકતમાં આવે એ ખૂબ જરૂરી છે.
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…