Placeholder canvas

હડમતીયા ગામના દાતાઓના આર્થિક સહયોગથી મુક્તિધામ બન્યું ઈન્દ્રલોકધામ

આશરે 18 થી 20 લાખની દાતાઓની સરવાણીથી મુક્તિધામમાં ઝળહળતી રોશની, બંને કોર્નર સાઈડ રસ્તા પર મંદિરોમાં બિરાજમાન અનેક દેવતાઓ અને ઋષિમુનિઓ જાણે સ્વર્ગલોક પરથી પધાર્યા હોય તેમ બિરાજમાન જોવા મળે છે

(By Ramesh Thakor -Hadmtiya)
ટંકારા તાલુકાના હડમતીયા ગામના લોકોના મુખે બસ એક જ ચર્ચા ” મુક્તિધામ છે કે ઈન્દ્રલોકધામ..? ” સ્વાભાવિક છે કે દરેક ગામમાં ગામલોકો રાત્રે સ્મશાનભુમિમા જતા ભુત-પ્રેત, ડાકણોના ભય અનુભવતા હોય છે ત્યારે હડમતિયા ગામનું મુક્તિધામ તો જાણે ઈન્દ્રલોકની નગરી હોય તેમ આકાર પામતા સ્ત્રી-પુરુષો, બાળકો માટે ફરવા લાયક સ્થળ બની ગયું છે.

ચારો તરફ પક્ષીઓના કલરવ, પર્યાવરણની જાળવણી માટે ઘટાદાર વૃક્ષો, પ્રાર્થના હોલ, ઝળહળતી રાત્રી રોશની, બોરવેલ 600 ફુટ, શબને ઓછા લાકડે અગ્નિસંસ્કાર માટે બ્લોર સિસ્ટમથી 30% લાકડાની બચત, શબને અગ્નિસંસ્કાર આપ્યા પછી 50% સમયની બચત, લાકડા કાપવા કરવત તેમજ આલીશાન લાકડાના કટકા કરવા પ્રેસરપંપ, બોરવેલમાંથી ગ્રામજનોને વાપરવા પાણીનુ આયોજન, વૃક્ષો માટે ટપક પધ્ધતિ જેવી અનેક સુવિધાઓ તેમજ ગેટમાં પ્રવેશતા જ રસ્તાની બંને સાઇડ મંદિરોની હારમાળામાં બિરાજમાન દેવતાઓ તેમજ ઋષિમુનિઓ જેવા કે શ્રીગણેશ, હનુમાનજી, મત્સ્ય અવતાર ભગવાન, ક્રૃમ અવતાર, વરાહ અવતાર, નુરસિહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, શ્રીકૃષ્ણ આવતાર, જટાધારી શંકર, બુદ્ધ અવતાર, કલ્કિ અવતાર, જલારામ બાપા, રામકૃષ્ણ પરમહંસ, વેદવ્યાસ, તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, કેશવાનંદ બાપુ જેવા સંતો અને ઋષિ મુનિઓ તેમજ દેવતાઓની મૂર્તિ મંદિરમાં બિરાજમાન જોવા મળે છે.

મુક્તિધામને ઇન્દ્રલોકધામ બનાવનાર ગામના અનેક વડિલો તેમજ દાતાશ્રીઓના સહયોગથી અને અથાક મહેનતથી આ મુક્તિધામનું સપનું સાકાર બનતા હડમતીયા ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રવતિ રહેલ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો