વાંકાનેર: કલામહાકુંભ-૨૦૨૨માં મોહમ્મદી લોકશાળાના શિક્ષક અબ્દુલ ભાલારાની રચનાને મળ્યુ પ્રથમ સ્થાન

વાંકાનેર: ગત ૯ ફેબ્રુઆરીના રોજ મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભ-૨૦૨૨ અંતર્ગત ઓપન વય જૂથમાં ‘શીઘ્ર ગઝલ-શાયરી લેખન’ વિભાગમાં મોહંમદી લોકશાળાના શિક્ષક અબ્દુલ શેરસીયા (ભાલારા)ની રચનાને જિલ્લામાં પ્રથમ સ્થાન મળેલ છે.

આ વિભાગમાં સમગ્રહ જિલ્લામાંથી કેટલાક લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી મોહંમદી લોકશાળાના શાળાના શિક્ષક ભાલારા સાહેબની રચના એ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળેલ છે. એમની પ્રથમ આવેલ ગઝલ “તો માફ કરજે” ની થોડી પંક્તિઓ અત્રે પ્રસ્તુ છે….

“તો માફ કરજે”
બેભાન છું, જેમ તેમ બોલાય તો માફ કરજે,
ઈરાદો નથી, તોહીન થઇ જાય તો માફ કરજે.
ઝુલ્મો તો હું સહી લઉ,પણ તારા ઇન્સાફ્નું શું?
હવે સુર બગાવતના, જો ફૂંકાય તો માફ કરજે.

એ તારી કુદરત કે વસંતમાં મુરઝાયા પુષ્પો?!
પાનખરમાં કદાચ ખીલી જાય તો માફ કરજે.

અવાજ ખાલી પયમાના તણો સહી ના શકું,
મેહફીલ અધુરી છોડી જવાય તો માફ કરજે.

જા,તારું માન રાખ્યું જીવતા નહીં જીવું જીંદગી,
મર્યા પછી મુજથી જીવી જવાય તો માફ કરજે.

[અબ્દુલ શેરસીયા (ભાલારા) 9925050595]

આ સમાચારને શેર કરો