વાંકાનેર : ગઈ કાલે ચંદ્રપુર પાસે ગાય-છકડો અકસ્માતમાં ઘાયલ મહિલામાંથી એક મહિલાનું મોત
વાંકાનેર : ચંદ્રપુર ગામ સામે 27 નેશનલ હાઇવે પર ગાય આડી ઉતરતા છકડામાં બેઠેલી ચાર મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાંથી એક મહિલાનું મોત થયું છે. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવીને મોત નિપજાવવા અંગે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામ સામે છકડા નંબર GJ 02T 6891ના ચાલક જગદીશ ચકુભાઈ કાપડિયા રહે. રાજકોટ વાળાએ બેફિકરાઈ રીતે છકડો ચલાવી ગાય સાથે અથડાવતા છકડામાં બેસીને મુસાફરી કરી રહેલી પાંચ મહિલાઓ પૈકી એક મહિલાનું મોત થયું છે. જ્યારે ચાર મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.
મૃતક મહિલા લક્ષ્મીબેન મનુભાઈ કાપડિયા ઉં.વ.52ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત થયું હતું. જ્યારે કંચનબેન ભુદરભાઈ, અનશોયાબેન જગદીશભાઈ, ભાવનાબેન લલિતભાઈ અને રેખાબેન દીપકભાઈ મોરણીયાને નાની મોટી ઇજા સાથે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. રેખાબેન મોરણીયાએ છકડો ચાલક જગદીશ કાપડિયા વિરુદ્ધ બેફિકરાઈથી વાહન ચલાવવા બાબતે ફરિયાદ લખાવતા વાંકાનેર સીટી. પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.સી.મોલિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…