skip to content

ખેડુત માટે ચિંતાનાં વાદળ ઘેરાયા,અરબી સમુદ્રમાં વધુ એક ‘મહા વાવાઝોડું’ સક્રિય થયુ.

ગુજરાતમાં પડશે વરસાદ: ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સક્રિય થયું છે,

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ બન્યું છે. જ્યારે અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં છે. આ ક્યાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે. ત્યાં બીજુ મહા વવાાઝોડું સક્રિય થયું છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.

મહા વાવઝોડુ આગામી 6 કલાકમાં વધુ મજબુત બનશે અને 6 કલાકે 15 કિલોમીટરનુ અંતર કાપી રહ્યુ છે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુકાંય રહ્યા છે. ઉતર- પશ્ચિમ તરફ આગ વધી રહ્યુ છે એટલે ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે. તેમ છતાં પણ ગુજરાતનાં વાતાવરણને અસર કરશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં બે વાવઝોડા સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. બંદરો પર બે નંબરનુ સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં એક પછી એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. જે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યુ છે. જોકે, આ સિસ્ટમો ક્લાઇમેટ ચેન્જને કારણે સતત બની રહી છે. જેના કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડા બની ખેડુતો માટે ચિંતા લાવી રહ્યુ છે. ક્યાર વાવઝોડાનાં કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયુ. ત્યારે હવે મહા વાવઝોડાના કારણે પણ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મહત્વપૂર્ણ છે કે ક્યાર વાવઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકને મોટુ નુસકાન થયુ છે.ત્યારે હજી પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે અને કમોસમી વરસાદની આગાહી પણ યથાવત છે.ત્યારે આણંદ,વડોદરા,નર્મદા,સુરત,વલસાડ,નવસારી,ભરૂચ,દમણ,દાદરાનગર હવેલી,ગીર સોમનાથ,ભાવનગર,અમરેલી જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો