વાંકાનેર: દેરાણી-જેઠાણી વચ્ચે થયો ઝઘડો, પછી શું થયું? જાણો

વાંકાનેર : વાંકાનેરમાં કૌટુંબિક દેરાણી અને જેઠાણી વચ્ચેનો ઝઘડો થયો હતો અને એ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં બન્ને વચ્ચે ઓબોલા હોવા છતાં દેરાણીના ઘરે જેઠાણી જતા મામલો બીચકાયો હતો. દેરાણી અને તેના બે ભાઈઓએ સાથે મળીને જેઠાણી ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર સીટી પોલોસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા પોટરી સામે રહેતા પુષ્પાબેન રાજેશભાઇ બારોટ (ઉ.વ.૩૮) એ તેના કૌટુંબિક દેરાણી સોનલબેન કીશનભાઇ બારોટ (રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર) તેમજ તેમના ભાઈઓ રોહિત તેજાભાઇ રાઠોડ, રાહુલ તેજાભાઇ રાઠોડ (રહે બન્ને લતિપર તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી સોનલબેન કીશનભાઇ બારોટ દેરાણી થતા હોય પણ અગાઉનુ જુનુ મનદુખ હોવાથી બન્ને વચ્ચે અબોલા છે. આથી, એકબીજાના ઘરે જવાનો વ્યવહાર નહોતો

આમ છતાં ગત તા.૧૦ ના સાંજના છએક વાગ્યાના સુમારે ફરિયાદીને ઘેર બપોરે મહેમાન સાથે આવતા આરોપી દેરાણી તેમના ઘરે ગયા હતા. આથી ફરિયાદીએ પોતાના ઘેર આવવાની ના પાડતા સારૂ નહિ લાગતા સાંજના છએક વાગ્યે આરોપી સોનલબેને તેના બે ભાઈઓને બોલાવી ફરિયાદીના ઘર પાસે આવી ઝઘડો ગાળાગાળી કરી ઝપાઝપી કરી તેમજ દેરાણીના ભાઈઓએ છરી વતી ફરિયાદીના જમણા હાથે સામાન્ય ઇજા કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •