Placeholder canvas

મોરબી: અજંતા-ઓરેવા કંપનીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

મોરબી : મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા ઓરેવા ફેકટરીમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધી હતું. મોરબી તેમજ રાજકોટ ફાયર બ્રિગેડ કાફલો સતત પાણીનો મારો ચલાવી હતો આમ છતાં ત્રણ માળ સુધી આગ લબકારા મારતી હતી. જેથી વ્યાપક નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત વિગતો મુજન રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ અજંતા ઓરેવા કંપનીમાં આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગી હતી, જેમને ધીમે ધીમે પ્રસરીને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો આગ બુઝાવવા માટે ઘટના સ્થળે દોડી ગયો હતો.

બીજી તરફ મોલ્ડીંગ વિભાગમાં રહેલ પ્લાસ્ટિક અને કલરશોપમાં રહેલા જ્વલનશીલ કેમિકલને કારણે આગ વિકરાળ બનતા મોરબી ફાયર બ્રિગેડના આગ બુઝાવવાના પ્રયાસો ટૂંકા પડતા તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટથી પણ ત્રણ ફાયર ફાઈટર આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરીમા લાગ્યા હતા.

આ સમાચારને શેર કરો