Placeholder canvas

રાજકોટની ગોપાલ અને જામનગરની અવધ નમકીનમાં લાગી આગ…

 રાજકોટ: ઉજાસના પર્વ એવા દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીનો તહેવાર અમાસના દિવસે આવતો હોય છે.પરંતુ લોકો દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી પ્રકાશને પ્રજ્વલિત કરતા હોય છે. લોકો ગત વર્ષ કરતાં મન મૂકીને આજે દિવાળીની મજા માણી રહ્યા છે. તો બીજી તરફ દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા કેટલીક જગ્યાએ સજામાં પરિવર્તિત થઇ છે. રાજકોટ તેમજ જામનગરમાં નમકીનના ગોડાઉન તેમજ કારખાનામાં આગ લાગી હોવાના બનાવ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જસદણના વિરનગર માં આવેલા ગોપાલ નમકીન ના ગોડાઉનમાં આગજનીના બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. જસદણના વિરનગર માં આવેલ વેકરીયા વાડી પાસે ગોપાલ નમકીન ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ જસદણ ફાયરબ્રિગેડની થતાં. તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડનો સ્ટાફ જસદણ થી ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પ્રાથમિક તબક્કે ફટાકડાના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાનું હાલ તારણ સામે આવ્યુ છે. જોકે આગજનીની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે લાખો રૂપિયાની મતા આગમાં બળીને ખાખ થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા અવધ નમકીન ના એકમમાં આગ જનીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. નમકીનના એકમમાં ભીષણ આગ લાગી હોવાના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે. નમકીનના એકમમાં આગજનીના બનાવ બન્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર પણ સામે નથી આવ્યા. આગ બુઝાયા બાદ કેટલા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું તે બાબતનો આંક પણ સામે આવશે.

આ સમાચારને શેર કરો