આજે નવુ વર્ષ અને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીનો જન્મદિવસ
વાંકાનેર: આજે નવા વર્ષનો પહેલો દિવસ’ આ પહેલા દિવસે લોકો પોત પોતાના સગા સ્નેહી, મિત્રો અને પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરતા હોય છે. ત્યારે વાંકાનેરમાં જોગાનુજોગ આ દિવસ એટલે કે 5મી નવેમ્બરનું વિશેષ મહત્વ છે. કેમકે આજે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજી દિગવિજયસિંહજી ઝાલાનો જન્મદિવસ પણ છે…
કેસરીદેવસિંહજી વાંકાનેર રાજ પરિવારના મોભી છે અને તેઓ વાંકાનેર સ્ટેટના હાલના મહારાજા છે. તેવો ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમના નેતૃત્વમાં વાંકાનેર તાલુકા અને શહેર ભાજપનું માળખું કામ કરી રહ્યું છે. કેસરીદેવસિંહજી પોતે ક્રિકેટના ખૂબ શોખીન છે અને ખૂબ સારું ક્રિકેટ રમે છે.
આજે વાંકાનેરના આંગણે નવા વર્ષને વધાવવા સાથે તેમના લાડકા મહારાજા જેમને લોકો પ્રેમથી “કેસરીબાપા” કહે છે. તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો અનેરો અવસર છે. આજે કેસરીદેવસિંહજીને તમામ રાજ પરિવારોમાંથી, રાજકીય મહાનુભવો, વાંકાનેર શહેર અને તાલુકાના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો, યુવા કાર્યકરો અને વાંકાનેરની જાગૃત જનતા કેસરીબાપાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન પરિવાર તરફથી કેસરીબાપાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday
અમારા તમામ વાંચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
.
વીતેલું વર્ષ તમારું ભલે ગમે તેવું વીત્યું હોય….
પણ આવનાર વર્ષ તમને “ગમે તેવું” વીતે….
એજ શુભેચ્છા સાથે…..
☘️શાલ મુબારક ☘️ નૂતન વર્ષાભિનંદન ☘️
☢️ Happy New Year ☢️
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…