વાંકાનેર: પ્રવાસ અંગેની ખોટી માહિતી આપતા દંપતી સામે ગુનો નોંધાયો
વાંકાનેર : વાંકાનેરમાં રહેતા હોમ કોરોન્ટાઇન કરાયેલા દંપતીએ રાજ્ય સેવકને ખોટી માહિતી આપતા દંપતી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં લાગુ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર પ્રવાસ કરીને આવેલ માણસો તથા કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવતા માણસોને હોમ કોરન્ટાઇન કરવાનો આદેશ છે. ત્યારે વાંકાનેરના મીલપ્લોટ ખાતે રહેતા ગફારશા હુશેનશા ફકીર તથા તેમના પત્ની ગુલશનબેન કોરોનાગ્રસ્ત વિસ્તાર રાજકોટ ખાતેથી વાંકાનેર આવેલ હોવાથી તેઓને હોમ કોરોન્ટાઇન કરવાના હતા. ત્યારે ગફારશાએ જવાબદાર રાજય સેવકને પોતાની ટ્રાવેલ હીસ્ટ્રી જણાવવા બંધાયેલ હોવા છતા પોતાનો હોમ કવોરન્ટાઇનનો સમય વહેલો પુરો થાય તે માટે રાજય સેવક ડો. હેતલ કાકડીયાને ખોટી માહિતી આપી હતી.
વધુમાં, દંપતી પોતે જાણતા હતા કે રાજકોટ ખાતે ઘણા બધા કોરોના પોઝીટીવ કેસો નોંધાયેલ છે અને પોતાની દીકરી રૂકશારબેન કે જે રાજકોટ જેવા કોરોનાગ્રસ્ત વિસ્તારમા રહેતી હોય અને તેને વાંકાનેર ખાતે લાવશે તો કોરોના વાઇરસનુ સંક્રમણ થશે તેવુ જાણવા છતા દંપતીએ તેણીને રાજકોટ ખાતેથી પોતાના ઘરે લઇ આવી પોતાના ઘરે રાખી લોકડાઉનનો ભંગ કર્યો હતો. આથી, દંપતી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામાં આવેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…