વાંકાનેરમાં યુવાનની હત્યા મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપીઓ અંગે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી બે દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે આ બનાવમાં ગઈકાલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે ,તેમના ભાઈની કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી.આ ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર નવાપરા મચ્છૂનદીના પુલ પાસે દેવીપુજક વાસમાં રહેતા હસમુખભાઇ ઉર્ફે ટુંડારો ધનજીભાઇ માલકીયા ઉવ. ૩૫ નામના યુવાનની બે દિવસ પહેલા મચ્છુ નદીના પટમાથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવ અંગે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી હતી.પરંતુ હજુ સુધી પોલીસને હત્યાના કારણ અને હત્યારા અંગે ચોક્કસ કડી મળી નથી.દરમિયાન મૃતકના ભાઈ નીતીનભાઈ ધનજીભાઇ માંડલીયા ઉ.વ. ૨૮ રહે. વાંકાનેર નવાપરા મચ્છૂનદીના પુલ પાસે દેવીપુજક વાસ વાળાએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઇ હસમુખભાઇ ઉર્ફે ટુંડારો ધનજીભાઇ માલકીયા ઉ.વ. ૩૫ ને કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણસર બોથડ પદાર્થથી ચહેરાના ભાગે મારી ચેહરો છૂંદી નાખી ચેહરો વીક્રુત બનાવી દઈ ગંભીર પ્રકારની ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓ અંગે તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો