skip to content

રાજકોટમાં એકસાથે બે-બે હત્યા

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ચોરી અને હત્યાના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બનેલી વધુ એક ઘટનામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

રાજકોટના ભાવનગર રોડ પર શક્તિ સોસાયટીમાં આવેલા M.B.S. ઓર્નામેન્ટ્સના કારખાનમાં બે પરપ્રાંતિય મજૂરોની માર મારી હત્યા નીપજાવવામાં આવી છે. જેમાં કારખાનામાં કામ કરતા મજૂરે જ ચોરી કરી હોવાની જાણ થતાં કારખાનાના માલિક સહિત 5થી 6 શખ્સો સાથે મળી માર મારી મજૂર તેમજ તેના સાગરીતને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો