skip to content

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા…

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટીથી વરસાદે ગુજરાતમાં ક્યાંકને ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

આ સમાચારને શેર કરો