Placeholder canvas

સહેબાઝ કડીવારે જીપીએસસી ક્લાસ 2 પરીક્ષા 19માં રેન્ક સાથે ઉત્તિર્ણ કરી

મુળ વાકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પિતાના પુત્રએ અધરી કસોટી 19માં રેન્ક સાથે પાસ કરી…

ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી જેમાં વાકાનેર તાલુકાના પીપળીયા રાજના વતની અને હાલ સુરત કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોમીન સમાજના વલીમામદભાઈ કડીવારના પુત્ર સહેબાઝ કડિવારે GPSC 19 માં રેન્ક સાથે ઉત્તિર્ણ કરી માત પિતાનું સ્વપ્ન સાકાર કરી કડિવાર પરીવારનું અને વાકાનેર તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.

સહેબાઝે આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તનતોડ મહેનત અને કઈક કરી ચુકવાના હોસલાનુ સતત મોનીટરીંગ ને મોહતાઝ ગણાવે છે પોતે સતત સંધર્ષ કરી નાકામયાબ થયા બાદ પણ ગોલને વળગી રહી પ્રયાસો ચાલુ રાખી આ મુકામ હાસલ કરી બતાવ્યું છે. ઉમેદવારોની સંખ્યા જોયા વિના વાંચન લખાણ અને સ્કિલને સક્સેસનુ સુત્ર બતાવનાર સહેબાઝને ચૌમેરથી શુભેચ્છાનો ધોધમાર વછુટી રહો છે.

આ સમાચારને શેર કરો