skip to content

ડુંગળીની એક્સપોર્ટ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો…

ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે તેમ છે. સરકાર તેને રોકવા પ્રયાસ કરી રહી છે.

ડુંગળીની એક્સપોર્ટ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો
ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ વધવા લાગ્યા છે.ડુંગળીની વધતી કિંમતોને રોકવા કેન્દ્ર સરકારે ડુંગળીની એક્સપોર્ટ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો કર્યો છે.જણાવી દઈએ કે, આગામી મહિનાઓમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે તેમ છે. સરકાર તેને રોકવા પ્રયાસ કરી રહી છે.

આ સમાચારને શેર કરો