skip to content

રાજકોટમાં બાળકીએ રબરનો ટુકડો નાકમાં નાખી દીધો !!! અને પછી….

3 મહિના પછી ENT સર્જને ગણતરીની મિનિટમાં બહાર કાઢ્યો !

રાજકોટ: મદનભાઈ ત્રિવેદીની 10 વર્ષની પુત્રી સુહાનીએ ત્રણ મહિના પહેલાં નાકમાં રબરનો ટુકડો નાખ્યો હતો, જે ઊંડે જઈને ફસાઈ ગયો હતો. બાદમાં બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ સતત શરદી અને નાક બંધ થઈ જવાની તકલીફ ઊભી થઈ હતી.

આવું છેલ્લા ત્રણ મહિના સુધી ચાલ્યું. માતા-પિતાએ અનેક જગ્યાએથી દવા લીધા, પણ બાળકીને કોઈ ફેર જણાતો નહોતો, આથી માતા-પિતા પણ દીકરીને થતી પીડાને લઈને પરેશાન બન્યાં હતાં. અંતે, રાજકોટના ઇયર, નોઝ એન્ડ થ્રોટ (ENT)ના સર્જન પાસે પુત્રીને લઈને આવ્યા હતા. ડોક્ટરે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો. બાદમાં દીકરીને રાહત થતાં માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

આ સમાચારને શેર કરો