skip to content

આ તો હદ કહેવાય હો:👉તીથવામાં બે છાંટા પડુ પડુ થાય ત્યાં લાઈટ જતી રહે છે !

વાંકાનેર : ચોમાસુ શરૂ થાય એટલે સિટીમાં નગરપાલિકાની અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની કામગીરીના છાજિયા લેવાના શરૂ થાય, પ્રિમોન્સૂન કામગીરી કરતા હોય કે ન કરતા હોય જે હોય તે પણ વરસાદ પડે એટલે લોકોને હાલાકી ભોગવી જ પડે છે. આ આજનો નહી વર્ષો પહેલાથી ચાલ્યો આવતો નિત્ય ક્રમ છે, આ તંત્ર પ્રિમોન્સૂન કામગીરી કરે છે તો આ પ્રશ્નો કેમ ઊભા થાય છે ? આવા પ્રશ્નો ઊભા ન થાય એટલા માટે પ્રિમોન્સૂન કામગીરી કરવાની હોય છે પણ પ્રશ્નોમાં કોઈ ઘટાડો આવતો નથી એના એ સ્થિતિ કાયમી રહે છે

લોકો પણ હવે કહેવા લાગ્યા છે કે આ તંત્રો પ્રિમોન્સૂન નામનું નાટક કરી રહ્યા છે, કોઈ નકર કામગીરી કરતું નથી, જેથી જ વરસાદ દરમિયાન પ્રશ્નો ઊભા થાય છે. હા એ સ્વીકાર્યો કે અતિ વરસાદમાં આવા પ્રશ્નો થઈ શકે પણ બે છાંટા પડ્યા હોય તો પણ લાઈટ જતી રહે એ પ્રિમુન કામગીરીમા ચાલતી પોલમપોલની સાબિતી છે.

આમ બે છાંટા આવ્યા નથી અને લાઈટ ગઈ નથી, આવા પ્રશ્નોથી તીથવા ગામના યુવાનો કંટાળીયા એટલું જ નહીં પણ ગળે આવી ગયા અને ગત 24 કલાકમાં 24 થી વધુ વખત લાઈટ ગૂલ થઈ હતી આખરે આજે સાંજના યુવાનો એકઠા થઈને સરપંચને સાથે લઈને જડેશ્વર સબ સ્ટેશન પર હલાબોલ કર્યું હતો. ત્યાં હાજર જવાબદાર વ્યક્તિએ યુવાનોને શાંત કરવા કોશિશ કરી હતી અને તમારા પ્રશ્નોનું નિકાળ લાવવાનું કહ્યું હતું ત્યારે યુવાનોએ આક્રમક રૂપ ધારણ કરીને કહ્યું હતું તમારા અધિકારીના અહીંયા બોલાવો ત્યાં સુધી અમે અહીંથી જશું નહીં અને આખરે તેમને અધિકારીને ફોન કરીને બોલાવ્યા હોવાની માહિતી મળેલ છે.

યુવાનો ગુસ્સો એ છે કે બે છાટા પડ્યા નથી અને લાઈટ જતી રહે છે અને ફોન કરીએ તો ફોન લાગે નહીં અથવા તો ફોન ઉપાડવામાં નથી આવતો તો અમારે ફરિયાદ ક્યાં કરવી ? એ માટે ગામના યુવાનો એકત્ર થઈને જડેશ્વર સબસ્ટેશન પર પોતાના પ્રશ્નો લઈને હલાબોલ કર્યું હતું. સરપંચે અને ગામના યુવાનોએ આવેલ અધિકારી સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જ્યારે અધિકારીએ આ પ્રશ્નો શા માટે ઉભા થયા તેમની માહિતી આપીને તાત્કાલિક નિવારણની ખાતરી આપી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

લોકોના હલાબોલનો જુઓ વિડિયો…
આ સમાચારને શેર કરો