skip to content

વાંકાનેરની આદર્શ પ્રાથમિક શાળા પાસેથી ધોળે દિવસે બાઈક ચોરી

પોલીસે અરજી સ્વીકારી તપાસ ચલાવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર શહેરની આદર્શ પ્રાથમિક શાળા પાસેથી એક મોટરસાયકલની ચોરી થઇ હોય જે બનાવ મામલે પોલીસે અરજી સ્વીકારી તપાસ ચલાવી રહયા છે.

વાંકાનેરના પ્રતાપ રોડ પર આદર્શ સ્કૂલ પાસે રહેતા સોલંકી આશીફભાઈ હુશેનભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેખિત અરજી કરી જણાવ્યું છે કે તેઓ આદર્શ પ્રાથમિક શાળાનું સંચાલન કરતા હોય ગત તા. ૩૦ જુનના રોજ વહેલી સવારના શાળાએ આવ્યા હોય અને થોડીવાર માટે સ્કૂલમાંથી કાર્ય પૂરું કરીને બહાર ગયા હોય ત્યારે તેનું મોટરસાયકલ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે જે ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલ છે. બાઈક જીજે ૦૩ ઇએમ ૮૬૮૭ ચોરી થયાનું જણાવ્યું છે

સામાન્ય રીતે વાહનચોરીના બનાવમાં પોલીસ જલ્દી ફરિયાદ લેતી નથી તે ફરી વખત જોવા મળ્યું છે અને આ કિસ્સામાં પણ પોલીસે લેખિત અરજી સ્વીકારીને તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો