રાજ્યમાં પીએસઆઈની બદલી, મોરબી જિલ્લામાં નવા બે પીએસઆઈ મૂકવામાં આવ્યા

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા વિવિધ પોલીસ મથકના બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના આજે આદેશ આપવામાં આવ્યા છે.

જેમાં મોરબી જીલ્લામાં બે પીએસઆઈની બદલી કરાઈ છે મોરબી જિલ્લાને નવા બે પીએસઆઈ મળ્યા છે
આજે રાજ્યના ૨૦ જેટલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં સુરત શહેરમાં ફરજ બજાવતા રાયમાં વલીમામદ બચુભાઈ તેમજ ગાંધીનગર માનવ અધિકાર આયોગમાં ફરજ બજાવતા પીઠીયા વાલીબેન ભુપતભાઈની મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે

આ સમાચારને શેર કરો