skip to content

વાંકાનેર તાલુકાના મેસરિયા પાસેથી જામગરી બંદુક સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના નજીકથી એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના મેશરીયા ગામના તળાવ પાસેથી આરોપી ગોબરભાઇ જીવાભાઇ ઓતરાદી (ઉ.વ. 45, ધંધો-ખેતી રહે-ચીરોડા, તા-ચોટીલા, જી-સુરેન્દ્રનગર)ને કબજામાં ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ (જામગરી) 1 બંદૂક સાથે પકડી પાડવામાં આવ્યો છે. અને આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. તેમજ ઇસમનો કોવીડ-19 નો ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો