કોરોનાનો રાફડો ફાટ્યો: મોરબી જિલ્લામાં આજે કોરોનાના 46 કેસ નોંધાયા,1 દર્દીનું મોત

મોરબી જિલ્લાનો કોરોનાના કુલ કેસનો આંકડો 719, આજે 11 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી અપાઈ રજા…

મોરબી જિલ્લામાં આજે કોરોનાનો રાફડો ફાટયો છે આજે એક જ દિવસમાં નવા 46 પોઝીટીવ કેસો નોંધાયા છે. સાથે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. જયારે આજે 11 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 719 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 430 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 41 દર્દીઓના મોત નિપજ્યા છે અને હાલ 248 કેસ એક્ટિવ છે.

આજે મોરબી જિલ્લામાં નોંધાયેલા 46 કોરોના પોઝિટિવ કેસ માં મોરબી તાલુકાના 28 વાંકાનેર તાલુકાના 7 હળવદ તાલુકાના 11 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે આજે ૧૧ દર્દીઓને સારું થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અગિયારે અગિયાર દર્દી મોરબી તાલુકાના છે અને આજે મોરબીના એક દર્દીનું મૃત્યુ થયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો