Placeholder canvas

વેપારીઓ બીયરના ધંધે ચડયા: રાજકોટમાં બે કારમાં 360 ટીન બીયર પકડયું

ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી અને પીએસઆઈ વી જે.જાડેજાની ટીમના દરોડામાં રૂ.14.83 લાખનો મુદમાલ કબજે

રાજકોટમાં તહેવારો પૂર્વે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે પોલીસ પણ આવા બુટલેગરો ઉપર વોચ ગોઠવી દરોડા પાડી રહી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે ભગીરથ સોસાયટીની સામે પેડક રોડ તથા સંત કબીર રોડની વચ્ચે માર્કેટીંગ યાર્ડની સામેથી 360 ટીન બીયર ભરેલી એક્સયુવી અને આઈ-20 કાર સાથે ચોટીલાના ઈમિટેશનના વેપારી અને રાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી સહીત ત્રણ શખ્સોને પકડી લઇ રૂ.14.83 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

એક શખ્સ ફરાર થઈ ગયો હતો.શ્રાવણ માસ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરાવવા તેમજ આવી પ્રવૃતી ચાલતી હોય તો કેશો શોધી કાઢવા અંગે અસરકારક તથા કામગીરી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી તેમજ પીએસઆઈ વી જે.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ભગીરથ સોસાયટીની સામે પેડક રોડ તથા સંત કબીર રોડની વચ્ચે માર્કેટીંગ યાર્ડની સામેથી રૂ.36 હજારની કિમતની 360 ટીન બીયર સાથે એક્સયુવી કાર નં. જીજે-03-ઈઆર-2871 અને આઈ -20 કાર નં જીજે-03-એફકે-5208 સાથે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ડાકવડલાના ઇમીટેશનના વેપારી દિલીપભાઇ વલ્કુભાઇ વનરા, ટ્રાવેલ્સના ધંધાર્થી કુવાડવા રોડ ભગવતી પાર્ક-1 “સુર્યદિપ” રાજકોટમાં રહેતા રાજવીર જોરૂભાઇ, નાના મૌવા મેઇન રોડ જીવરાજ પાર્ક -2 નચીકેતા સ્કુલની સામે બ્લોક નં.2 રાજકોટ ખાતે રહેતા રવિ દિનેશભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી આ દરોડામાં પૃથવીરાજ દિલીપભાઇ ધાંધલની શોધખોળ શરુ કરવામાં આવી છે.

રૂ.36000ની કિમતની 360 ટીન બીયર સાથે રૂ.14.83 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.પકડાયેલો દિલીપભાઇ વલ્કુભાઇ વનરા થાનગઢમાં દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ચુક્યો છે.જયારે રવિ દિનેશભાઇ ચૌહાણ અગાઉ પલસાણા,બી ડીવી,યુનીવર્સીટી પોલીસમાં દારૂના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી પીએસઆઈ વી.જે.જાડેજા સાથે એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત,ચેતનસિક ચુડાસમા તથા હિતેન્દ્રસિંહ ઝાલા,હેડ કોન્સ. ભરતસિંહ પરમાર ,મહેશભાઇ ચાવડા,શકિતસિંહ ગોહીલ,સ્નેહભાઇ ભાદરકા,કુલદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

આ સમાચારને શેર કરો