Placeholder canvas

વાંકાનેર સીટી પોલીસે બે સ્થળેથી ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા

By શાહરૂખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર સીટી પોલીસ ટીમે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ અન્ય બે આરોપીના નામો ખુલ્યા હતા જે બંને ઇસમોને પણ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન ઝાંઝર સિનેમા રોડ પરથી આરોપી અજય રામજી વીંઝવાડિયાને પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ કીમત રૂ ૬૪૦ સાથે ઝડપી લઈને મોબાઈલ અને દારૂ સહિતનો મુદામાલ કબજે લીધો હતો તો અજય વીંઝવાડિયાએ આરોપી આદીલ અલ્લારખા વડાવરીયા અને લાલજી બાબુ જોલાપરા રહે બંને મિલપ્લોટ ડબલચાલી વાળા પાસેથી વેચાણના આશયથી લીધાની કબુલાત આપી હતી.

જેથી વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી અને બંને ઈસમો જાલી ચોકડી પાસેથી પસાર થતા તલાશી લીધી હતી જેમાં આરોપીઓ પાસેથી ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૬૦૦૦ અને બે મોબાઈલ મળી આવતા ૧૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને દારૂ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો