Placeholder canvas

રાજકોટમાં નેપાળી નોકર દંપતીએ મિત્રોને બોલાવી 35 લાખની લૂંટ ચલાવી…

બિલ્ડરના 14 વર્ષના પુત્રને બાંધીને રોકડ, સોનુ, ચાંદી જે કાંઈ હતું તે બધુ લૂંટી ગયા

રાજકોટના રોયલ પાર્કમાં શેરી નં.7માં સનસનાટી ફેલાવી દે એવી લૂંટની ઘટના સામે આવી છે. ‘માતોશ્રી’ બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. તરુણ સવારે 7 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યાર બાદ તેના સાગરીતો સાથે મળીને તેણે તરુણને બંધક બનાવ્યો હતો. બાદમાં સોનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપવામાં અનિલની પત્ની પણ સંડોવાયેલી છે. દરમિયાન આ બનાવ સમયે તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો.

પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ DCP ક્રાઈમ, DCP ઝોન-2 સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના તરુણને ઓશીકું ફાડી તેના કાપડથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે.

રોકડ, સોનુ, ચાંદી જે કાંઈ હતું તે બધુ લૂંટી ગયા
બાદમાં મારો ભત્રીજો ઉપરના માળે સૂતો હતો ત્યાં જઈ દરવાજો ખખડાવી ભત્રીજાને ઉઠાડીને કહ્યું, કામ છે, આથી મારા ભત્રીજાએ દરવાજો ખોલ્યો તો ત્રણેય અંદર જતા રહ્યા હતા .બાદમાં અંદરથી રૂમનો દરવાજો લોક કરી ભત્રીજાને બાંધી મોઢે પટ્ટી મારી દીધી હતી. ત્યારપછી ઘરમાંથી રોકડ, સોનુ અને ચાંદી જે કાંઈ હતું એ બધુ લઈને ભાગી ગયા હતા. મેં અહીં આવીને પોલીસના 100 નંબરમાં ફોન કર્યો હતો.

​​​​​​પોલીસે આરોપીઓના ફોટા જાહેર કર્યા
યુનિવર્સિટી પોલીસે તમામ આરોપીના ફોટા જાહેર કર્યા છે તેમજ જાહેર જનતાને અપીલ કરી છે કે આરોપીઓમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી છે, જેમાં એક પુરુષે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ શખસો તમારી આસપાસ જોવા મળે કે મુસાફરી દરમિયાન પણ આસપાસમાં જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નંબર 0281-2575124, કંટ્રોલ રૂમ નંબર.0281-2457777 અને PI એ.બી. જાડેજા મોબાઈલ નંબર 9687500111 પર સંપર્ક કરવો.

આ સમાચારને શેર કરો