મોરબી: કોરોનાના વધુ 3 કેસ નોંધાયા : જિલ્લામાં આજના કુલ કેસ 7

મોરબીમાં આજે રાત્રે કોરોનાના વધુ 3 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ભારે હરકતમાં આવી ગયું છે. આ ત્રણ કેસમાં આજે સાંજે કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો સમાવેશ થાય છે. આ ત્રણેય કેસ મળીને આજે જિલ્લામાં કોરોનાના કુલ કેસ 7 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 70 થયા છે.

મોરબી જિલ્લામાં આજના દિવસે સાંજ સુધીમાં ચાર પોઝિટિવ કેસો નોંધાયા બાદ જામનગરની લેબમાંથી આવેલા રિપોર્ટમાં વધુ નવા ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આજે સાંજે માધાપર વિસ્તારના લીલાવંતીબેન સવજીભાઈ પરમાર ઉ.વ. 60 નામના વૃધ્ધાનું કોરોનાથી મોત થયું હતું. તેમના પતિ સવજીભાઈ રામજીભાઈ પરમાર ઉ.વ. 62નો કોરોના રિપોર્ટ અત્યારે પોઝિટિવ જાહેર થયો છે.

નાની બજાર વિસ્તારમાં રહેતા યોગેશભાઈ શિવલાલભાઈ માણેક ઉ.વ. 52 તેમજ સુભાષનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ અમરશીભાઈ ઉ.વ. 52નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ આજે બુધવારના રાતના અરસામાં વધુ ત્રણ પોઝિટિવ કેસો નોંધાતા આજે બુધવારનાં કુલ કેસ 7 થયા છે.

આ સમાચારને શેર કરો