કચ્છ: રાપર તાલુકાના હમીરપરમાં બે જૂથો વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ૪ની હત્યા

સશસ્ત્ર ધીંગાણામાં ૪ યુવાનોની હત્યા નીપજાવાઈ : એકની હાલત ગંભીર : એસ.પી. સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા..

કચ્છના રાપર તાલુકાના હમીરપુર ગામે આજે બે જૂથ વચ્ચે ધિંગાણુ ખેલાતા 4 લોકોના મોત નીપજયા હોવાનુ જાણવા મળ્યુ છે. બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે એક જ જૂથના 4 લોકોની લોથ ઢળી છે. બનાવની જાણ થતા આડેસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. બનાવના કારણ અંગે તાત્કાલીક કોઈ વિગતો બહાર આવી નથી. આ ઘટનાથી સમગ્ર કચ્છમાં ખળભળાટ સર્જાયો છે.

એવુ બહાર આવ્યુ છે કે કોળી અને રાજપુત જૂથ વચ્ચે કેટલાક વખતથી માથાકૂટ ચાલતી હતી તે મામલે ગઈકાલે સમાધાન પણ થઈ ગયુ હતુ પરંતુ આજે બપોરે કોઈ કારણોસર નવેસરથી વિવાદ ઉભો થયો હતો જેમા મામલો બીચકતા બંને જૂથ સામસામે આવી ગયા હતા અને એક જૂથના 4 લોકોના મોત નીપજયા હતા.

હજુ એક વ્યકિતની હાલત અતિ ગંભીર હોવાનુ બહાર આવ્યુ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ગામમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામા આવ્યો છે.

જેસંગ રજપૂત, લાલજી અખા રજપૂત, અમરા જેસંગ રજપૂત, પેથા ભવાન રજપૂત નામના યુવાનોની હત્યા થઈ હતી. જયારે વેલા પાંચા ઉમટને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો