મોરબીમાં આજથી સાત થી ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે: વેપારીઓનો સ્વયંભુ નિર્ણય
કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લો કે જેનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે ત્યારે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વયંભુ રીતે મોરબીની બજારોમાં આજથી જ સવારે સાત થી ત્રણ સુધી દુકાનો ખુલ્લી રાખવાનો વેપારીઓ દ્વારા સ્વયંભુ નિર્ણય કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે જેથી કરીને મોટાભાગના ધંધા-રોજગાર વેપાર અને ઉદ્યોગને ચાલુ કરવા માટેની પરમિશન આપી દેવામાં આવી છે અને કલેકટર દ્વારા તેના માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું જો કે હાલમાં રાજ્યના અન્ય ગ્રીન ઝોનમાં કોરોનાના પોઝીટીવ કેસ આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાને સલામત રાખવા માટે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વયંભુ રીતે માર્કેટને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંગેની કલેકટરને લેખિતમાં જાણ પણ કરી દેવામાં આવી છે જેના આધારે આજે જીલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને વેપારીઓને સવારના સાત વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવશે આ ઉપરાંત અન્ય કેટલીક છૂટ છાંટો ઉપર પણ બ્રેક લાગે તેવી શક્યતા છે.