સુરત: શાકભાજી માર્કેટમાંથી 250 કિલો ડુંગળીની ચોરી.!
શાકભાજી માર્કેટમાંથી 25,000 રૂપિયાની કિંમતની 250 કિલો ડુંગળીની ચોરી થઈ.
સમગ્ર રાજ્યમાં ડુંગળીના ઓછા ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોચ્યાં છે. હાલ બજારમાં છૂટક ડુંગળી 100 રૂપિયાથી લઇને 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે. ત્યારે સુરતના પાલનપુર પાટીયા ખાતે આવેલી પટેલ પાર્ક શાક માર્કેટમાં ડુંગળી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રીએ કોઇ ચોર 250 કિલો ડુંગળી ચોરી ગયો છે. બજાર ભાવ પ્રમાણે જોઈએ તો ચોરેલી ડુંગળીની કિંમત રૂ. 25,000 જેવી થવા પામે છે. જ્યારે હોલસેલ ભાવ ડુંગળીની કિંમત 15,000 રૂપિયાથી વધારે થાય છે.
માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 થી 80 રૂપિયા કિલો છે. આ ડુંગળી ગૃહિણીઓનાં ઘર સુધી પહોંચતા તેનો ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા થઇ જાય છે. આ વાતને લઈને શાકભાજીની માર્કેટમાં ડુંગળીની ખરીદી પણ ઓછી થઈ રહી છે. વેપારીઓએ પણ હોલસેલ ડુંગળી માટે વધારે કિંમત ચુકવવી પડી રહી છે. જે બાદમાં પોતાનો નફો ઉમેરીને તેને રિટેલ માર્કેટમાં વેચે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે.
જમળેલ માહિતી મુજબ સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી પટેલ પાર્ક શાક માર્કેટમાં અમિતભાઈ નામનો ડુંગળીનો વેપારી 500 કિલો જેટલી ડુંગળી વેચવા માટે લાવ્યો હતો. જેમાંથી ગત મોડી રાત્રે કોઇ ચોર ઇસમ 250 કિલોની પાંચ બોરી ડુંગળી ચોરી ગયો હતો. આ ઘટનાને લઇને સમગ્ર માર્કેટના છૂટક વેપારીઓ ચિંતામાં મૂકાયા હતા. અમિતે જણાવ્યું હતું કે, “અમે દરરોજ આવી રીતે જ રાત્રીના સમયે બધો માલ મૂકીને જતા રહીએ છીએ.” હાલમાં ડુગળીનો જે હોલસેલ ભાવ છે તેને આધારે જોઇએ તો 250 કિલો ડુંગળીની કિંમત 15 હજારથી પણ વધુ થાય છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
કપ્તાને કાલે જ કહ્યું હતું કે હજુ ૧૫ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ગરીબોની કસ્તૂરીને તેજોરીમાં રાખવી પડશે. આજે સુરતમાં ડુંગળીની ચોરી થતા કપ્તાનની વાત યથાર્થ પુરવાર થઇ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…