ખેડૂત માટે આનંદના સમાચાર: હવેથી ખેડુતને વર્ષે પ્રતિ હોર્સ પાવર રૂ 665 મુજબ વિજળી મળશે.

રાજ્યનાં ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો- ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો સરકારે નિર્ણય કર્યો છે

રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0 થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 પ્રતિ હોર્સ પાવર દર હાલ છે. હવે પછી 0 થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે.

ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. 2400 પ્રતિ વર્ષ 1 લી એપ્રિલ-2013થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. હવે 7.5 થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ. 142.50 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.

આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો – ખેડૂતોને લાભ મળશે. રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂ. 77 કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે.

આ સમાચારને શેર કરો