Placeholder canvas

રાજકોટ: મધ્યસ્થ જેલનાં 23 કેદીઓ કોરોના પોઝિટિવ, તંત્ર હરકતમાં

રાજકોટ મધ્યસ્થ જેલને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ : શહેરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમમાં 23 કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હાલમાં કારોના પોઝિટીવ કેદીઓને આઇસોલેટેડ કરવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ રાજકોટ મધ્યસ્થ જેલને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 5 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાં રાજકોટ શહેરમાં 64 અને ગ્રામ્ય વિસ્તારમાં 31 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.

ગોંડલ સબજેલના કેદીનું મોત…

મળતી માહિતી પ્રમાણે, ગોંડલ સબજેલના કેદીનું રાજકોટ ખાતે રેન બસેરાના હોમ ક્વૉરન્ટાઇન સેન્ટરના બીજા માળેથી કુદીને ભાગવા જતાં નીચે પટકાતા મોત નીપજ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી હરિગીરી ગોસ્વામી રેન બસેરાના ક્વોરન્ટાઇન સેન્ટરના બીજા માળે આવેલી બારી તોડી ચાદરનું દોરડું બનાવી ત્યાંથી કુદીને ભાગવા જતાં નીચે પટકાયો હતો અને તેમનું મોત નિપજ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો