Placeholder canvas

મોરબી: કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ

મોરબી: આજે સવારે વધુ એક લુંટનેા બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાંથી પૈસા ભરેલ થેલો લઇને જઇ રહેલા પટેલ કારખાનેદાર યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટીને બે અજાણ્યા નંબર પ્લેટ વગરના બાઇક સવારો રૂપિયા 18 લાખ ભરેલ થેલો લઈને ભાગી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

નંબર પ્લેટ વગરના બાઈકમાં જઈ રહેલા અને હેલ્મેટ પહેરેલા બે ઇસમેા સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.

મળેલ માહિતી મુજબ મોરબીના રહેવાસી અને પેગવીન સીરામીકમાં કારખાનેદાર એવા હિતેશભાઈ લવજીભાઈ સરડવા ઉંમર 42 નામનો યુવાન આજે સવારે શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે રૂપિયા 17 થી 18 લાખ ભરેલ થેલો હતો જે હિસાબ કર્યા બાદ કારખાને લઈ જઈ રહ્યા હતા દરમિયાનમાં સોસાયટીના દરવાજા પાસે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં બે અજાણ્યા નંબર પ્લેટ વગરના બાઇકમાં આવેલા ઇસમોએ હિતેશભાઈ સરડવાની આંખમાં મરચાની ભૂકી છાંટી ને તેમની પાસે રહેલ રૂપિયા 17 થી 18 લાખ ભરેલ થેલો ઝુંટવીને લુંટીને ભાગી છૂટયા હતા. જોકે બંને ઇસમેા હાલ સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા નાકાબંધી જાહેર કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા બે અજાણ્યા બાઈક સવારોને પકડવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો