રાજકોટ: કોરોના વાયરસના વધુ 16 શંકાસ્પદ કેસ આવ્યા સામે
રાજકોટ: કોરોના વાયરસે ત્રણ દિવસની શાંતિ રાખ્યા બાદ ફરી પાછું માથું ઊંચકયું છે. આજે રાજકોટમાં કોરોના વાયરસ 16 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.
મળેલ માહિતી મુજબ આ તમામ શંકાસ્પદ કેસોના સેમ્પલ લઇને માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમના લેખમાંથી રિપોર્ટ આજે સાંજના આવી જશે. મહત્વની વાત એ છે કે આ 16 શંકાસ્પદ કેસોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ શંકાસ્પદ કેસો ની વિગત આ મુજબ છે… રાજકોટ શહેરના 10 , ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 3 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આ તમામ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમનો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે છેલ્લા 3 દિવસથી રાજકોટમાં એક પણ પોઝિટિવ કેશ સામે આવ્યો નોહતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…