Placeholder canvas

ગુજરાતમાં 15થી23 જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ…

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું છે કે, સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

આ સમાચારને શેર કરો