સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી હવે વાંકાનેરને બદલે મોરબીમાં યોજાશે
મોરબી : ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય સરકારે જાહેર કરેલ સુચના અન્વયે કોરોના મહામારીના કારણે જિલ્લાના મુખ્ય મથક પર ઉજવાનું નિયત કરેલ હોય હવે મોરબી જિલ્લાનો ૧૫મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાકાંનેરના બદલે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાશે.
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. પોલીસ દળ, હોમ ગાર્ડ અને એન.સી.સી. કેડેટ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે નહીં તેમજ કોવીડ-૧૯ની મહામારી ધ્યાને લેતાં વધુ સંખ્યામાં લોકો એકત્રીત ન થાય, સોશ્યિલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવાના ધારાધોરણનું પાલન કરવા અને સિમિત સંખ્યામાં આમંત્રીતો ભાગ લે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકારે ૧૫મી ઓગસ્ટની ઉજવણીના અર્થે સુચનાઓના અમલીકરણ માટે ખાસ ભાર મુક્યો છે.