વાંકાનેર: પ્રાંત અધિકારી વસાવાના હસ્તે ધ્વજવંદન: વૃક્ષારોપણ-કોરોના વોરિયર્સનું સન્માન કરાયું.

વાંકાનેરમાં તાલુકા સેવા સદન ખાતે ૭૪ માં “સ્વાતંત્ર્ય દિવાસ” ની ઉજવણી કરવામાં આવી હતી, તાલુકા કક્ષા ના ધ્વજ વંદન કાર્યક્રમ માં પ્રાંત અધિકારી હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
તાલુકા સેવા સદન ખાતે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એન. એફ. વસાવા નાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને હાજર પોલીસ સ્ટાફ આમંત્રિતો એ રાષ્ટ્ર ધ્વજ ને “સલામી” આપી હતી, પ્રાંત અધિકારી નું ઉદબોધન કર્યું હતું. ત્યાર બાદ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના અંતમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો