Placeholder canvas

ગુજરાતમાં કોરોનાનો ફરી પાછો હાહાકાર: 24 કલાકમાં 1300 થી વધુ કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. આજે 1300 થી વધુ નવા કેસો સપાટી પર આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 1.92 લાખને પાર થઈ ચૂકી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1340 કેસો નોંધાયા છે, અને 7 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે 1113 દર્દીઓ સાજા થયા છે.

હાલ રાજ્યમાં કુલ 87 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 12590 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3830 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 192982 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા નવા કેસો

અમદાવાદ 246,
સુરત 239,
વડોદરા 149,
રાજકોટ 137,
ગાંધીનગર 80,
મહેસાણા 53,
બનાસકાંઠા 52,
જામનગર 38,
પાટણ 33,
જૂનાગઢ 30,
દાહોદ 28
ખેડા 28,
મહિસાગર 24,
મોરબી 21,
સાબરકાંઠા 18,
અમરેલી 17,
ભરૂચ 17,
પંચમહાલ 17,
કચ્છ 15,
ભાવનગર 12,
નર્મદા 11,
સુરેન્દ્રનગર 11,
અરવલ્લી 9,
દેવભૂમિ દ્વારકા 9,
ગીર સોમનાથ 8,
પોરબંદર 7,
છોટા ઉદેપુર 5,
તાપી 3,
બોટાદ 2,
ડાંગ 1,
નવસારી 1.

આ સમાચારને શેર કરો