મોરબી જિલ્લામાં આજે કોરોનાના મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયા : કુલ કેસ થયા 257
આજના કોરોનાના કુલ નવા 11 કેસ, બે દર્દીના મૃત્યુ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીના 7, હળવદના 3 અને વાંકાનેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 5 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયા છે. આ જિલ્લાના અત્યાર સુધીના કેસનો આંકડો 257એ પહોચ્યો છે.
વધુમાં આજરોજ બે દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ નીપજ્યું છે. જેમાં ગત તા. 10 જુલાઈના રોજ પોઝીટીવ જાહેર થયેલા મોરબીના વણકરવાસના 55 વર્ષીય પુરુષ અને આજે 27 જુલાઈના રોજ પોઝિટિવ જાહેર થયેલા વાંકાનેરના હસનપરના 54 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજ રોજ 5 દર્દીઓ રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.